રંગભીનારે રંગભીના, રંગભીના હો રાજ.૪/૮

રંગભીનારે રંગભીના, રંગભીના હો રાજ.

આવો રમીયે રંગમાં.ટેક,

અલબેલારે અલબેલા, આપવા સુખ આજ.

આવી મળો ઉછરંગમાં. રંગ. ૧

તમ સાથેરે તમ સાથે, સાર્યું સરવે કાજ.

આનંદ આવે અંગમાં.રંગ. ર

આજ સારોરે આજ સારો, સારો મલ્યો સમાજ.

બની આવી વાત બંગમાં.રંગ.૩

તમે નાથરે તમે નાથ, નિષ્કુળાનંદના મહારાજ.

સુખ છે તારા સંગમાં.રંગ. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી