રંગે રેલ્યારે રંગે રેલ્યા, આજ રસિક રાયે.૫/૮

રંગે રેલ્યારે રંગે રેલ્યા, આજ રસિક રાયે.

લેરી આવ્યાછે લેરમાં.રંગ.ટેક.

શામળીયેરે શામળીયે, મારી કરીછે સાયે.

મગન થઇ એની મેર્યમાં.રંગ. ૧

આવી ઝાલીરે આવી ઝાલી, બળીયે મારી બાંયે.

તારી સંસાર સાહેરમાં.રંગ. ર

આજ આનંદરે આજ આનંદ, મારે અંગે ન માયે.

પામી સુખ બહુ પેર્યમાં.રંગ. ૩

સુખદાઇરે સુખદાઇ, નિષ્કુળાનંદના રાયે.

આપ્યું સુખ આ વેરમાં.રંગ. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી