આજ લીધીરે આજ લીધી, શામળે મારી સાર.૬/૮

આજ લીધીરે આજ લીધી, શામળે મારી સાર.

કરી સમોતી સાથમાં.                                     આજ.ટેક.
મુને કીધીરે મુને કીધી, ગોવિંદે ઘર નાર.
ગુંથાણું મન એની ગાથમાં.                              આજ. ૧
સુખ આપ્યુંરે સુખ આપ્યું, આજ મુને અપાર.
બળે બીડી મુને બાથમાં.                                   આજ. ર
ફેરો ફાવ્યોરે ફેરો ફાવ્યો, અમારો આણીવાર.
હીરો આવ્યો મારા હાથમાં.                              આજ. ૩
મન મોયુંરે મન મોયું, જોઇ જગનો આધાર.

નિષ્કુળાનંદના નાથમાં.                                    આજ. ૪ 

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી