મન માન્યુંરે મન માન્યું, સામ સલૂણા સાથ.૭/૮

મન માન્યુંરે મન માન્યું, સામ સલૂણા સાથ.

લોભાણી હું નંદલાલમાં.ટેક.

દલ ભાવ્યા રે દલ ભાવ્યા, દયાળુ દિનો નાથ.

ભુધર લખ્યા ભાલમાં.મન. ૧

ગુણવંતેરે ગુણવંતે, કઇ ગુણની ગાથ.

વસ્ય કરી મુને વાલમા.મન. ર

મનમોહન રે મનમોહન, મારી ખરી મિરાથ.

મગન રહી એ માલમાં.મન. ૩

હરિવરેરે હરિવરે, ગ્રહ્યો હેતેસું હાથ.

નિષ્કુળાનંદ છે નિહાલમાં. મન. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી