ફૂલાlળો આવે છે ફૂલ્યો ફૂલમાંજો, ફૂલનાં કાઇ કર્યા છે શણગાર ૧/૮

ચાલો સૈયરો જાયે જમના કાંઠડેરે, ઢાળ.

ફૂલાlળો આવે છે ફુલ્યો ફૂલમાંજો, ફૂલનાં કાઇ કર્યા છે શણગાર.
તોરા ગજરા ને ટોપી ફૂલનીજો,
હૈયે પેરી ફૂલડાના હારજો. ફુ. ૧
બાંયે બાજુબંધ બાંધ્યા ફૂલનાજો, ફૂલના કાંઇ પેર્યા કુંડલ કાનજો.
કરમાં કાંકણ કર્યા ફૂલનાજો,
ગુલફુ જોઇ થઇ હું ગુલતાનજો. ફુ. ર
કરી છે કલંગી છોગુ ફૂલનુંજો, દડો રૂડો ફૂલડાનો હાથજો.
છડી રૂડી ફૂલડે છાઇ રઇજો,
નખ શિખા ફૂલે ફૂલ્યા નાથ જો. ફૂ. ૩
ફરી શોભા જોઇ ફૂલનીજો, મોઇને રયું છે મારૂં મનજો.
નિષ્કુળાનંદનો સ્વામી નિરખતાંજો,
તેણે મારૂં ટાઢું થયું તનજો.ફુ.૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી