રંગળાનો રાતો વાતો વાંસળીજો, ગાતો આવે ગોવાળુંને સંગજો ૨/૮

રંગળાનો રાતો વાતો વાંસળીજો, ગાતો આવે ગોવાળુંને સંગજો.

રાતિ રાતિ મોલ્યું સોયે માથડેજો, રાતે રાતે રંગે રંગ્યું અંગજો.રં. ૧

રાતું રાત��ં તિલક કર્યું નલવટેજો, રાતા રાતા દિપે અતિ દાંતજો.

રાતા રાતા અધુર ઉપે ઘણાજો, રાતી રાતી વેણ્ય રૂડી વાતજો. રં.ર

રાતા રાતા જામા પેર્યા જરકસિજો, રાતા રાતા ગળે ગુંજયા-હારજો,

રાતો રેટો ફેટો કટિ કસિયોજો, રાતે ફુલે સજયા શણગારજો .રં. ૩

રાતી નાડિશોભે રાતી સુથણીજો, રાતી છડી છબીલાને હાથજો.

રાતી રૂડી પેરી પાયે મોજડીજો, રંગે રાતા નિષ્કુળાનંદનો નાથજો.રં. ૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી