રસિલો છબીલો છે રસે ભર્યોજો, રસિકવર રસનો ભંડારજો ૩/૮

રસિલો છબીલો છે રસે ભર્યોજો, રસિકવર રસનો ભંડારજો.

ભરી ભાલ ભૂકુટી રૂડી રસેજો, આંખડી છે રસિલી અપારજો.ર. ૧

રસિલી વાણી છે વળી વદનેજો, રસ ભરી કરે વાલો વાતજો.

રસિલાં કરે છે લાલ લટકાંજો, જોતાં એને મનડું હરાતજો. ર. ર

રસિલી વાયે છે વાલો વાંસળીજો, રસિલાં ગાયે છે માંઇ ગીતજો.

રસ બસ થયાં એનાં રંગમાંજો, પરવશ થઇ કરી પ્રીતજો.ર. ૩

રસમય મૂર્તિ મહારાજનીજો, રસરૂપ અનુપ અલબેલજો.

નિષ્કુળાનંદનો સ્વામી રસિયો જો, જોતાં વળે રંગડાની રેલ જો.ર. ૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી