મોહનજી લાગેછે મુને મીઠડાજો, મીઠાં લાગે મુખડાનાવેણજો ૪/૮

મોહનજી લાગેછે મુને મીઠડાજો, મીઠાં લાગે મુખડાનાવેણજો.

મીઠી મીઠી કરે વાલો વાતડીજો, સુંણી તેણે મન થયાં મેણજો.મો. ૧

મીઠી મીઠી નજર મહારાજનીજો, મીઠી મિટે મહા રસ પાયે જો.

મીઠાની મીઠપ્ય કયે કેટલીજો, એક જીભે વર્ણવી ન જાયેજો. મો. ર

મીઠી મીઠી વાયે વાલો વાંસળીજો, મીઠું મીઠું ગાયે વાલો ગાનજો.

મીઠું મીઠું લાગે સુંણી મનમાંજો, મોઇ હું તો મોરલીને તાનજો.મો. ૩

મીઠી છે મૂરતિ મારા નાથનીજો, દીઠે ભાગે દલડાની દાઝજો.

નિષ્કુળાનંદનો સ્વામી મીઠડાજો, મીઠા ઘણું લાગે છે મહારાજ જો.મો. ૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી