છબીલાને જોઇને છાતી ઠરીજો, આવ્યું છે મારા અંગમાં આનંદજો ૫/૮

છબીલાને જોઇને છાતી ઠરીજો, આવ્યું છે મારા અંગમાં આનંદજો.મુખ જોઇ સુખ ઉપજ્યું જો, સુખદાઇ બાઇ શ્રી ગોવિંદજો. છ. ૧
અલબેલો આજ મળ્યા મુજને જો, ગુણવંત ગુણનો ભંડાર જો.પ્રીતનો પ્યારો મારો નાથજી જો, નટવર નંદનો કુંવર જો. છ. ર
રંગીલો રૂપાળો રૂડો રાજવી જો, હોંસીલો હેતીલો હલધર વિર જો.ભુધર ભરેલો ઘણું ભાવનોજો, સુખકારી શામળીયો સધિરજો. છ. ૩
નટવર નાગર સાગર છે સુખનો જો, દુઃખડાનો હરણ દયાળ જો.નિષ્કુળાનંદનો સ્વામી શામળોજો, કૃપાસિધું કાનજી કૃપાળજો. છ. ૪ 

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી