શામળીયાને જોઇ સુખ ઉપજ્યું જો, નિરખીને ઠરીયાં છે નેણ જો ૬/૮

શામળીયાને જોઇ સુખ ઉપજ્યું જો, નિરખીને ઠરીયાં છે નેણ જો.

મૂરતિ જોતાં જો મીઠા માવજી જો, તેણે મારૂં મન થયું મેણ જો.શામ.૧

ભુધરજીને ભાવ ભરી ભેટતાં જો, ટળ્યા મારા તનડાના તાપ જો.

શિતલ થઇ છું હું શરીરમાં જો, તેતો મારા પીયુને પરતાપ જો.શામ. ર

અંગો અંગ મળી અલબેલને જો, તેણે મારાં સરિયા સર્વે કામજો.

કર્યા કોડ પુરા પીયુ પરસી જો, હતી મારા હૈડામાં હામજો .શામ. ૩

દુઃખડાના દિવસ દુરે પળ્યા જો, ભાગી મારી ભવોભવની ભુખ જો.

નિષ્કુળાનંદનો સ્વામી ભેટતાં જો, થયું મારે શાંતિને સુખ જો.શામ. ૪

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી