આજ મારે આનંદ અતિ ઘણો જો, અલબેલો આવ્યા મારે ઘેર જો ૮/૮

 આજ મારે આનંદ અતિ ઘણો જો, અલબેલો આવ્યા મારે ઘેર જો.

પીયુજી પધાર્યા મુજ પાસળે જો, મુજપર કરી મોટી મેર જો.            આ. ૧
જીવન જોઇ મોઇ મારા મનમાંજો, અંતરમાંયે આવીયો આનંદ જો.
દુવાગના દિવસ દુર્યે પલ્યા જો, ઘણે દાડે ઘેર આવ્યા ગોવિંદ જો.  આ. ર
સુખ આપ્યું કાપ્યું દુઃખ દલનું જો, તેણે મારૂં ટાઢું થયું તન જો.
પ્રેમ રસ પાયો મુને પાતળે જો, તેણે હું તો થઇ છું મગન જો .          આ. ૩
મતવાલી હાલું હું મલપતિ જો, નાથ મળે થઇ છું નિઃશંક જો.
નિષ્કુળાનંદનો સ્વામી ભેટતાંજો, તેણે આજ વળ્યો આડો અંક જો.   આ. ૪
 

મૂળ પદ

ફૂલાlળો આવે છે ફુલ્‍યો ફૂલમાંજો

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી