તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.૧/૮

મુને રોકોમાં મહારાજ. એ ઢાળ.

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

અમે આવ્યા વનમાં આજ, કુંવર કાનજીરે...............ટેક...... ૧

અમે સુણી રંગીલો રાગ, મીઠા. તેહ ઘડી કર્યા ઘર ત્યાગ.કું. ર

અમે લોપી લોકની લાજ, મીઠા. તેતો નાથ તમારે કાજ. કું. ૩

અમે કેનું ન માન્યું કેણ, મીઠા. એવાં કર્યા મોરલીયે મેણ.કું. ૪

તમે તાનમાં ગાયું ગાન, મીઠા. સુણી ભુલી ભોજન પાન.કું. પ

હવે નિષ્કુળાનંદના નાથ, મીઠા.મારૂં મન માન્યું તમ સાથ.કું .૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી