મારી તમથી બાંધી પ્રીત.હોંસિલા હરજીરે.૩/૮

મારી તમથી બાંધી પ્રીત.હોંસિલા હરજીરે.

ઓરા આવો મારા મિત.ભલા ભૂધરજીરે. ૧

એક કેવું છે કાંયે કેણ. હો. તમે સાંભળો મારા સેણ. ભ. ર

તમે અમથી મ રહો દુર્ય હોં. વાલા વસિયે નેણે હજુર .ભ. ૩

તમ વિન્યા જે વિતે પલ. હોં. તેને દુઃખે દાઝે દલ. ભ. ૪

મારા અંતરની જે આશ.હોં. તેને કયે કેની પાસ .ભ. પ

તમે નિષ્કુળાનંદના રાજ. હોં. મારી જાણો છો મહારાજ.ભ. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી