મારા દલડાનો જે ડોળ. લેરીલા વાલમજીરે.૪/૮

મારા દલડાનો જે ડોળ. લેરીલા વાલમજીરે.

કાંયે કાનજી પુરો કોડ. વારી વાલમજીરે. ૧

મારે મંદિર આવો માવ.લે. ભલા પુરીયે મારો ભાવ.વા. ર

આવો અલબેલા એકાંત.લે.વાલા કરીયે વાલી વાત.વા. ૩

લૈયે અમસું આલિગન.લે. તેણે થાયે ટાઢું તન.વા. ૪

મારા દલની જાયે દાઝ. લે.જ્યારે મલો મુને મહારાજ.વા. પ

આવો મળીયે બીડી બાથ.લે.વાલા નિષ્કુળાનંદના નાથ.વા. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી