અલબેલા આવો આજ. ખાંત્યે શું ખેલીયે રે, ૫/૮

અલબેલા આવો આજ. ખાંત્યે શું ખેલીયે રે,

રંગભીના રૂડા રાજ. રંગ શું રેલીયેરે.                      

મારી સેજયે આવો શામ. ખાં. પીયુ પુરીયે મારી હામ. રં.  

આજ સારો મળ્યો સમાજ. ખાં. ભલે આવ્યા ભુવન આજ. રં.

મારા અંતરમાં છે એમ.ખાં. પીયુ તમસું પૂરણપ્રેમ.રં.      

આજ આવ્યો રૂડો અવસર.ખાં. અમ સંગે વિઠલવર.રં.      

આજ અલબેલા અમ સાથ.ખા.વાલા નિષ્કુળાનંદના નાથરં   

 

 

 

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી