મારાં પ્રગટ્યાં પૂરણ પુન્ય.દીઠા દયાળનેરે.૮/૮

મારાં પ્રગટ્યાં પૂરણ પુન્ય.દીઠા દયાળનેરે.

મેં તો જોયા જગજીવન.નંદના બાલનેરે. ૧

મારા અંતરમાં ઉછરંગ.દિ. હું તો ભેટી અંગો અંગ.નં. ર

મારા મનમાં મોદ ન માયે.દિ. હું તો વારી વિઠલરાયે.નં. ૩

મેં તો ભાવે ભર્યા ભૂધર.દિ.મેં તો કાનને આપ્યો કર.નં. ૪

મેં તો વર્યા અનાથું નાથ.દિ.મારૂં મન માન્યું એહ સાથ.નં. પ

એ તો સર્વે સુખનું ધામ.દિ. તે તો નિષ્કુળાનંદનો શામ. નં. ૬

મૂળ પદ

તારી વાંસલડીને વાજ, મીઠા માવજીરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી