મીઠા બોલ્યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ, ૧/૮

સજયા શણગાર શોભતારે. એ ઢાળ.

મીઠા બોલ્યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

વાલમ કરોને વાતડીરે, શામ સલૂણા સેણ. ૧

સામી બેસી હું સાંભળુંરે, શ્રવણ લઇને શામ,

ઘોળ્યા પરાંજો ઘરનાંરે, કરવા મુકીશ કામ. ર

ધીરે ધીરે રહીને બોલજોરે, લટકાં કરી લાલ,

વાત કરીને હસજોરે, મોઇસ જોઇ ગાલ. ૩

રૂડા ભરેલ રસનારે, દેખશું અમે દંત,

વારે વારે વિલોકતારે, દુઃખનો આવશે અંત. ૪

અધુરેથી અમ્રતનારે, દંતુ જોશું તેહ,

રસે ભરેલ નયણારે, નિરખી વાધશે નેહ. પ

અંગો અંગ અલબેલડારે, આપો આનંદ આજ,

વાલા નિષ્કુળાનંદનારે, કરો અમારા કાજ. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી