મન માન્યું છે માવજીરે, તન વાધ્યું તમ સાથ, ૨/૮

મન માન્યું છે માવજીરે, તન વાઘ્યું તમ સાથ,

વાલા લાગો છો વાલમારે, નટવર સુંદર નાથ. ૧

મુખ જોયે સુખ ઉપજેરે, દલની ભાંગે દાઝ,

દયા કરીને દેખાડજોરે, વદનને વૃજરાજ. ર

આનંદ આવે અતી અંગમાંરે, જોતાં જીવન પ્રાણ,

વણ દીઠે વળી વાલમારે, તનમાં રે'છે તાણ. ૩

નયણા ઠરે છે નિરખીરે, હરખું છું અપાર,

પ્યારા લાગોછો પ્રાણથીરે, આત્માના આધાર. ૪

છકી રઇ છું છબી જોઇનેરે, છોગલાંવાળા છેલ,

જન્મ સુફલ કરી જાણિયોરે, આજ થકી અલબેલ. પ

મગન થઇ છું હું તો મનમાંરે, તનના ટળ્યા તાપ,

વાલા નિષ્કુળાનંદનારે, તમારે પરતાપ. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી