આવો ઓરા અમ પાસળેરે, આનંદી અલબેલ, ૪/૮

આવો ઓરા અમ પાસળેરે, આનંદી અલબેલ,
મળી આપણે બે માવજીરે, ખાંત્યે કરીયે ખેલ.        ૧
અંગો અંગે આવો ભેટીયેરે, ભાવે ભુધર રાયે,
દાઝું ભાંગે મારા દલનીરે, મનડું ટાઢું થાયે.           ર
ગોપ્ય વાત કહુંગુહ્યનિરે, આવોને એકાંત્ય,
કોરે તેડી કહું કાનમાંરે, ભાંગવા મારી ભ્રાત્ય.          ૩
દલની વાતું કઇ દાખીયેરે, અંતરની જે આસ,
મેર્ય કરી હરિ મુજનેરે, પ્રીતમ રયે પાસ.                ૪
તમ વિન્યા પીયુ પાતળારે, પલ જે પળાયે,
લેખા વિન્યા ઘડી લેખવીરે, કામ ન આવે કાંયે.      પ
તમ સંગે સુખ ઉપજેરે, સરે સર્વે કામ,
વાલા નિષ્કુળાનંદનારે, ઠરવાનું છો ઠામ.              ૬

 

 

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી