તમ કારણે હું કાનજીરે, ઝંખું આઠું જામ, ૭/૮

તમ કારણે હું કાનજીરે, ઝંખું આઠું જામ,

ઘેલી ફરું છું ઘરમાંરે, કરમાં નાવે કામ.૧

સુતાં બેઠાં શરીરમાંરે, તનમાં તારી તાણ,

નથી વિસાર્યા વિસરતારે, કામણગારા કાન. ર

ઘટ રયું મારૂં ઘરમાંરે, પ્રાણ છે તારે પાસ,

રાત દિવસ રુદિયેરે, એક તમારી આ��. ૩

કડવો લાગે છે કાનમાંરે, અવરનો ઉચાર,

આઠો પોર અંતરમાંરે, પ્રીતમ તારો પ્યાર. ૪

મન હર્યું છે માહેરૂંરે, ચિતડું જોવા ચાય,

વણ દિઠે મારા વાલમારે, દાઝે દલડા માંય. પ

હવે હરિવર હેતસુંરે, પ્રીતમ રેજો પાસ,

વાલા નિષ્કુળાનંદનારે, છઉં તમારી દાસ. ૬

મૂળ પદ

મીઠા બોલ્‍યા હો માવજીરે, મીઠડાં તારાં વેણ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી