ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે, ૧/૪

વાલા રમઝમ કરતા કાન. એ રાગ.
 
ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે,મારી પુરી હૈયાની હામ, કરીયે સુખાળીરે.
હું તો વાલમ જોઉં છું વાટ, ત્રીકમ તમારીરે,મેં તો ખાંતેરે ઢાળી જો ખાટ, મળીયે મોરારીરે.
સુખ દિજીયે શામ સુજાણ, અલબેલા આવીરે,આવો સેજેરે કરીયે સુવાણ, ભુધર મન ભાવીરે.
લાડીલાજી લડાવીયે લાડ, આનંદેશું અમનેરે,મારા ચિતડામાં થઇ છે ચાડ્ય, નિરખવા તમનેરે.
રંગે રમીયે હો રસિક રાય, આજ હરિ અમશુંરે,મારે હોંસ્ય ઘણી છે મનમાંયે, મલવાને તમ શુંરે.
વાલા નિષ્કુળાનંદના હો નાથ, શામ સુખ દીજેરે,વાલા ભાવે ભેટીરે અમ સાથ, સનાથ કીજેરે. ૬ 

મૂળ પદ

ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી