આવ્યા આનંદીજો અમ ઘેરય, પ્રેમનો પિયાસીરે૨/૪

આવ્યા આનંદીજો અમ ઘેરય, પ્રેમનો પિયાસીરે,
કરી મોહન મુજ પર મેરય, જાણી દિન દાસીરે.    
હેતે ભરીયારે હરિજીના નેણ, પૂરણ જો પ્રિતેરે,
મુખ બોલે છે મીઠડાં વેણ, પ્રેમ સમેતેરે.                  
અતિ આનંદ ભરીયારે આજ, દયાળુ દીઠારે,
મહા સુખ દેવા જો મહારાજ, આવી ઘેર બેઠારે.     
વારી વારી હું જોઉં વદન, નયણે નિહાળીરે,
મારૂં શોભી રયું છે સદન, દિશે દિવાળીરે.      
મારે આનંદ અંગે અપાર, જીવન જોઇરે,
હું તો નિરખી નંદકુમાર, મનડે મોઇરે.          
સખી નિષ્કુળાનંદનોરે નાથ, સુખનોરે સિધુંરે,
હું તો મુખ જોઇ થઇરે સનાથ, સુખ સખી લીધુંરે.

મૂળ પદ

ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી