એની સહિ કહુંરે શોભાયે, વદન વાળીવાળીરે, ૩/૪

 

એની સહિ કહુંરે શોભાયે, વદન વાળીવાળીરે,
મારા મનમાંરે મોદ ન માયે, નાથ નિહાળીરે.
શોભે સુથણલીરે સોભાગ, કેસરિયો વાઘોરે,
પેખી શિર પર સુંદર પાઘ, મુને મોહ લાગ્યોરે.
જોયા તોરા તરેરા જો છાંયે, રયા બહુ લેકીરે,
ઘણા હાર પેર્યા ગળામાંયે, બહુ રહ્યા બેકીરે.
વેઢવિંટી આંગળીયે અમુલ, હેમ કડાં હાથેરે,
કાને ખોસ્યા ક્રણકારના ફૂલ, નટવર નાથેરે.
કર્યું કેસર તિલક ભાલ, સુંદર અતિ સારૂંરે,
હું તો નિરખીને થઇ નિહાલ, મન મોયું મારૂંરે.
સખી નિષ્કુળાનંદનોરે નાથ, રંગનોછે રસિયોરે,
ચોળી અંતર આપને હાથ, મંદિર માંયે વસિયોરે.

 

 

મૂળ પદ

ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી