હું તો આનંદ પામીરે અપાર, વિઠલ વર વરતાંરે, ૪/૪

્ંતો આનંદ પામીરે અપાર, વિઠલ વર વરતાંરે, મારો સુફળ થયો અવતાર, કાન વર કરતાંરે. ૧ મારા સરીયાં જો સરવેરે કાજ, મોહનને મલતાંરે, ધન્ય ધન્ય ઘડી દન આજ, વિચાર્યું મેં વળતાંરે. ર મારા મનમાંરે માની મેં મોટ, વરી વનમાળીરે, મારા ખોયેલા દિવસનીરે ખોટ, ભાગી મેં તો ભાળીરે. ૩ માનું મોતીડે વુઠા મેહ, આનંદની થૈ એલીરે, સખી શામ સું કરતાં સનેહ, રંગ ચાલ્‍યો રેલીરે. ૪ હું તો રસબસ થઇ રસમાંયે, રસિયાને રસેરે, મારા અંગમાં ઉલટ ન માયે, હૈયું રયું હસેરે. પ મેં તો નિરખ્‍યારે નટવર નાથ, શ્યામળી વળી સુરતિરે, સખી નિષ્‍કુળાનંદનોરે નાથ, સુખની મૂરતિરે. ૬

મૂળ પદ

ઘેરે આવોને સુંદરશામ, વાલા વનમાળીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી