ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ પ્રથમ શ્રી ગણેશ બેસારો રે, મારા ગણેશ દુંદાળા ૧/૧

 

ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ, 
પ્રથમ શ્રી ગણેશ બેસારો રે, મારા ગણેશ દુંદાળા... ટેક.
ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા, 
ગણેશજી વરદાન દેજો રે... મારા૦ ૧
શ્રી ગણેશ ને શ્રીજી પરમેશ, 
તમે આવે રંગ રહેશે રે... મારા૦ ૨
દાદાની જાને મારા શ્રીજીને શણગારો, 
લડાવો પ્રાણ આધારને રે... મારા૦ ૩
દાદાની જાને રૂડી માણકી શણગારો, 
શ્રીજી છે માણકીનો અસવાર રે... મારા૦ ૪
દાદાની જાને રૂડો રથ શણગારો, 
રથ હાંકશે સહજાનંદજી રે... મારા૦ ૫

મૂળ પદ

ઓરડા લીપાઓ ઓસરી લીપાઓ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0