તમે જુવોને જનરે, રંગ રસિલા રાજનેરે૧/૪

કોયે રામ રસ પિયોરે એ ઢાળ.

તમે જુવોને જનરે, રંગ રસિલા રાજનેરે.ત.૧
મન માન્યા મહારાજનેરે, ત.
કોડે કોડીલા કાનનેરે. ત. ભાવે ભરી ભીના વાનનેરે.ત. ર
રૂડા રૂપાળા રૂપનેરે.ત. સુંદર શામ સ્વરૂપનેરે.ત. ૩
ભાવે ભર્યા ભૂધરનેરે.ત. નૌતમ વર નાગરનેરે.ત.૪
મીઠડા બોલાજો માવનેરે.ત. નટવર સુંદર નાવનેરે.ત. પ
નિષ્કુળાનંદના નાથનેરે.ત.સુખ દિયે છે સહુ સાથનેરે.ત. ૬

મૂળ પદ

તમે જુવોને જનરે, રંગ રસિલા રાજને

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી