ધન્ય ધન્ય ઘડીરે, નાથ જોયા નયણાં ભરીરે.૨/૪

 ધન્ય ધન્ય ઘડીરે, નાથ જોયા નયણાં ભરીરે.ધ.

આજ મારી આંખ્યું ઠરીરે.ધ. ૧
જનમ સફલ મારો જાણીયોરે.ધ. મનમાં મેં આનંદ આણિયોરે.ધ. ર
ઘસી ચંદન મેં તો ઘોળીયુંરે.ધ. પછે પિયુંને અંગે ચોળીયુંરે.ધ.૩
ખોલ કરી મેં તો ખાતસુંરે.ધ. પછે પિયે જમાડયા પ્રિત્યસુંરે.ધ. ૪
હેત રીતું નથી કેવાતીઉરે.ધ. આપે મોદક છાપે છાતીયુંરે.ધ. પ
નાથ નિષ્કુળાનંદનોરે.ધ. ઉલટ્યો મેરાણ આનંદનોરે.ધ. ૬

મૂળ પદ

તમે જુવોને જનરે, રંગ રસિલા રાજને

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી