મન મોઇ રયુંરે, વાલાની વાલ્યપ જોઇનેરે.મન.૩/૪

મન મોઇ રયુંરે, વાલાની વાલ્યપ જોઇનેરે.મન.

પ્રિતે પીયુમાં પરોયનેરે.મન. ૧

લટકાળા વળી લાલમાંરે.મન. ચટકાળી વળી ચાલમારે.મન. ર

મુખે મધુરા હાસમાંરે.મન. વળી વાલમના વિલાસમાંરે.મન. ૩

રસ ભરેલા નેણમાંરે.મન. શામ સલૂણા સેણમાંરે.મન. ૪

હેતે ભર્યા હરિવરમાંરે.મન. કોમલ કંકોળેલ કરમાંરે.મન. પ

નિષ્કુળાનંદના નાથમાંરે.મન. જોઇ સખાના સાથમાંરે.મન. ૬

મૂળ પદ

તમે જુવોને જનરે, રંગ રસિલા રાજને

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી