રંગરેલ વળીરે, આજ અઢળક હરિ ઢળીયારે.૪/૪

રંગરેલ વળીરે, આજ અઢળક હરિ ઢળીયારે.રંગ.

આનંદસિંધુ ઉઝળીયારે.રંગ. ૧

લેરી આવ્યા છે લેર્યમાંરે.રં. મન કીધી મુને મેર્યમાંરે. રં. ર

મોતીનાં વુંઠાછે મેહુલારે.રં. ભૂધરજી ભલે મળ્યારે.રં. ૩

સુખી કરી મુને શામળેરે.રં. બેઠા ઠરી તે નહિ બળેરે.રં. ૪

રસબસ થઇ હું રંગમારે.રં. આજ આનંદ મારા અંગમાંરે.રં. પ

નિષ્કુળાનંદના નાથથીરે.રં. મળી ઉતાર્યું મેણું માથથીરે.રં. ૬

મૂળ પદ

તમે જુવોને જનરે, રંગ રસિલા રાજને

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી