ભૃખુભાણ બહુ ભાવસુંરે, પુછે આણી પ્રેમ.૨/૧૨

ભૃખુભાણ બહુ ભાવસુંરે, પુછે આણી પ્રેમ.

અમ આંગણિયે ઉછાવશુંરે, કોને આવ્યા કેમ. ૧

ભોજન માંગોને ભાવતાંરે, મુખ થકી મારાજ.

લાગે નહીં વાર લાવતાંરે, આણી આપું આજ. ર

શાક પાક સોયામણાંરે, તળેલાં ને તૈયાર.

હાજર કરૂં આણી હમણાંરે, વળી ન લાગે વાર. ૩

આપું અમલ ભાંગ્ય આકરી રે, લેતાં આવે લેર્ય.

કરૂં ચોપે કરી ચાકરી રે, પ્રેમેસું બૌ પેર્ય. ૪

આજ દિન આનંદનોરે, કે'છે ભૃખુ ભાણ .

નાથ નિષ્કુળાનંદનો રે, વળતાં બોલ્યા વાણ. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી