વળતાં બોલ્યા બાવલિયા રે, વસું અમે વન૩/૧૨

વળતાં બોલ્યા બાવલિયા રે, વસું અમે વન.

વેતો પીયે વાયોલિયો રે, ભાવે નહીં ભોજન. ૧

જડી બુટી જંગલમાં રે, ખોદી ખાયે કંદ.

આઠો પોર અમલમાં રે, અમારે આનંદ. ર

આજ આવ્યું એવું મનમાં રે, આવ્યા તારે ઘેર.

વળી જાસું પાછા વનમાં રે, કરશું લીલા લેર. ૩

તારા બાલ ગોપાલને રે, લઇ લગાડો પાય.

જોઇ જગતના જંજાલને રે, જાશું જંગલમાંયે. ૪

ઉઠયો ભર્યો આનંદનોરે, ભોળો ભૃખુ ભાણ.

નાથ નિષ્કુળાનંદનોરે, જોગીડો સુંજાણ. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી