કલાવંતિને કાવિયુંરે, આવ્યોછે એક સિદ્ધ.૪/૧૨

 

કલાવંતિને કાવિયુંરે, આવ્યોછે એક સિદ્ધ.

એના મનમાં એક આવીયુંરે, રાજી દેવા રિદ્ધ.

મોંઘી રાધાને મુકીયેરે, માગે ગમતું મુખ.

તક આવી તે ન ચુકીયેરે, સારૂં દેખે સુખ.

પૂજા લઇ બહુ પેર્યનીરે, ચાલી રાધા રાણ.

મોટા નજર કરો મેર્યનીરે, ઉભી જોડી પાણ્ય.

ઝાંખી જોયું છે જોગીયેરે, રાધાજીનું રૂપ.

ભાળ્યું ભાળે જેમ ભોગીયેરે, સુંદરીનું સ્વરૂપ.

હસિ ફાંસે નાખી ફંદનેરે, મારયાં મિટે બાણ.

નાથ નિષ્કુળાનંદનેરે, પ્રોવિ લીધા પ્રાણ.

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી