જોઇ જોગીની જુકિતરે, રાધા થઇ રળીયાત.૫/૧૨

 જોઇ જોગીની જુકિતરે, રાધા થઇ રળીયાત.

અવલ આણી જાણી યુકિતરે, વલતી પુછી વાત. ૧

કોને જોગી કયાંથી આવીયાં રે, વસો છો કયાં વાસ.

સંગે સેવક નથી લાવીયારે, આવા કેમ ઉદાસ.    ર

ગુરુ મલ્યા કોણ ગામનારે, કેણે ફુંકયા કાન.

ઉપદેશી મુકયા આમનારે, ખોટાં ધરવા ધ્યાન.   ૩

નથી પતર ઝોળી પાવડિરે, નથી મુદ્રા છાપ.

ઘેરે રોતી હસે માવડીરે, ગોતતો હસે બાપ.          ૪

નથી કહું કરી વંદનારે, ઝાઝા દિનો જોગ.

નાથ નિષ્કુળાનંદનારે, શિદ ભુલો છો ભોગ.         પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી