જાને ભુવન તારે ભામની રે, કઉ ન લૈયે કેડ.૬/૧૨

જાને ભુવન તારે ભામની રે, કઉ ન લૈયે કેડ.
ઝાઝી કરીયે નહીં કામની રે, જોગીયુંની છેડ.
જોગી હોયે કોયે રીતમાં રે, ભજનમાં ભરપુર.
ચિટક કરી જાયે ચિતમાં રે, થાયે ગાંડા તુર.
એવું કૈ નઇ કોયને રે, લાગતાં લાવી વેણ.
હું તો રિયો છું જોઇને રે, નમણાં તારા નેણ.
લેને ભભુતની ચપટી રે, જોગી જાયે છે વન.
વળતી રાધા એ વાત ડપટિ રે, મસકાણી છે મન.
આપી ચાલ્યા આનંદને રે, કરી લીલા લેર.
નાથ નિષ્કુળાનંદને રે, રાધા મેલી ઘેર. પ 

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી