જોગી પોતા પાધરમાંરે, ત્યાથી તાંણી નાડ્ય.૭/૧૨

જોગી પોતા પાધરમાંરે, ત્યાથી તાંણી નાડ્ય.

રાધા ઘેલી થઇ ઘરમાંરે, રોઇને પાડીં રાડ્ય. ૧

પિંડ પ્રથવીએ પડીયું રે, આંસૂ વિન્યા અંગ.

કોએ કે ભજ્યું ચોઘડીયુંરે, ભખી કાં ભોયંગ. ર

એક કહે ગોતો ગારડીરે, કાંતો શોધો સિદ્ધ.

આતો મરશે કુંવારડીરે, કરો કયાંયેક વિદ્ધ. ૩

તેડી લાવોને તેહનેરે, બાવો બેઠો બાર.

ખોળે બેસારો એહનેરે, વેલી કરે વાર. ૪

ભ્રખુભાણે કરી વંદનારે, જોગી લાવ્યા ઘેર.

નાથ નિષ્કુળાનંદના રે, અમને કરો મેર. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી