જોગી જોઇને બોલીયારે, નથી નાડી પ્રાણ.૮/૧૨

જોગી જોઇને બોલીયારે, નથી નાડી પ્રાણ.

લખ્યા લેખ આના ઉલીયા રે, શિદ ભુલો સુજાણ. ૧

કાંતો દાટો આ દેહને રે, કાંતો આલો આગ્ય.

શિદ રાખી રયા એહને રે, તન કિધું છે ત્યાગ. ર

એમ કરતાં આપો અમને રે, લૈયે એની ઘાત.

તેતો કેમ કેવાય તમને રે, વણ ઘટતી વાત. ૩

ભ્રખુભાણને કાંયેક ભાવીયું રે, કાંયેક લાગ્યું દુઃખ.

પછે એમ જ મનમાં આવીયું રે, ઘોળું જોશું મુખ. ૪

વળતા બોલ્યા છે વદને રે, આપી તમને એહ.

નાથ નિષ્કુળાનંદના રે, તરત ઉઠાડી તેહ. પ

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી