કરી ચરિત્ર કોડામણાંરે, ગયા ગોકુળ નાથ.૯/૧૨

કરી ચરિત્ર કોડામણાંરે, ગયા ગોકુળ નાથ.

કીધાં જશોદાયે ભામણાંરે, ભીડ્યા રુદા સાથ. 

કાના કયાં ચારી ગાવડીરે, કયાં પાયાં નિર.

બકી લઇને બોલ્યા માવડીરે, વાલ્યમ મારા વિર. 

ભૂધર ભોળા છો મનનારે, સમજો નહીં સંસાર.

દિન આવશે જોબનનારે, જોશો નવલ નાર. 

કો'તો કુંવર કન્યા આણીયેરે, પરણો જીવન પ્રાણ.

તેતો જરૂર જોશે જાણીયેરે, શામળીયા સુંજાણ. 

માતા કે'છે મુકુંદનેરે, સાંભળો મારા સેણ.

નાથ નિષ્કુળાનંદનારે, વળતાં કહ્યા વેણે.

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી