જાણી વરસાણે વાતડીરે, ક્યું હતો કાન.૧૧/૧૨

જાણી વરસાણે વાતડીરે, ક્યું હતો કાન.
કરી આવ્યો એ ઘાતડીરે, નહીં જોગી નેદાન.
ભઠ્યો ભ્રખુભાણ મનમાંરે, એ કેમ કરે એમ.
એ તો વસેછે વનમાંરે, કન્યા દેવાયે કેમ.
મુને ભોળવીયો ભેખમાંરે, ભુંસીને ભભુત.
ઓળખ્યો'તો ઉર્ધવ રેખમાંરે, નંદ મહરનો પુત.
કેમ કરૂં બોલ્યો મુખડે રે, ઘી ને બેઠી ગાળ.
દિકરીને નાખી દુઃખડેરે, વર મળ્યો ગોવાળ.
હવે કો જશોદા નંદનેરે, વિવાહ કરે વિદ્ધ.
નાથ નિષ્કુળાનંદનો રે, પરણાવે પ્રસિદ્ધ. પ 

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી