જશોદાને જણાવીયુંરે, નંદને કર્યું જાણ.૧૨/૧૨

જશોદાને જણાવીયુંરે, નંદને કર્યું જાણ.લગન લાલનું આવીયુંરે, મેલ્યું ભ્રખુભાણ.
મળી મંગળ ગાય છેરે, નંદ તણે દરબાર.આનંદઓછવ થાય છેરે, બાંધ્યાં તોરણ બાર.
પરણાવ્યા પૂરણ પ્રીતસુંરે, જુગત્યે જીવન પ્રાણ.દિધિ દાંત્યું રૂડી રીતસુંરે, સુરને થયું જાણ.
દેવે દુંદુભી વજાડીયાંરે, હુવો જેજેકાર.જશોદાને પાયે લગાડીયાંરે, રૂડી રાધા નાર.
ગતી જોઇ ગોવિંદનીરે, મનમાં મરકયાં માત.નાથ નિષ્કુળાનંદનીરે, સખીયે કહી વાત. પ 

મૂળ પદ

સાંભળ સૈયર વાતડીરે, અલબેલાની એક.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી