તૈયે એને મેં એમ જ કહ્યું, નાથ ન કરે અનીતીરે.૨/૬

તૈયે એને મેં એમ જ કહ્યું, નાથ ન કરે અનીતીરે.

રાખ ભુંસી રડવડવું જે રાતે, કહો કિયાંની એ રીતિરે. ૧

એણે કહ્યું હું મુગટ ધારી, મોટા નમે છે મુનેરે.

કાંરે નથી તું જાણતિ રાધા, શું રે થયું સખી તુંનેરે. ર

મેં ક્યું મુગટ ધારી મોટા રાજા, પરજાને પાળે પ્રિતેરે.

ભુલ્યે પણ કેને ભોવન ન આવે, રહે પોતાની રીતેરે. ૩

એણે ક્યું હું મોરલી વાળો, મોરલી મારે હાથરે.

મીઠી વાઇને મન હરૂં હું, નિષ્કુળાનંદનો નાથરે. ૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી