મેં ક્યું શંખ ધારી હોયે સિદ્ધ, વસે તે વનને માંયેરે.૪/૬

મેં ક્યું શંખ ધારી હોયે સિદ્ધ, વસે તે વનને માંયેરે.

અર્ધ રાતે આસનથીરે ઉઠી, આવે નહીં એ આંયેરે. ૧

એણે ક્યું હું ચકર ધારી, ફરે છે ચકર મારૂંરે.

દાસ મારાને જે દુઃખ દીયે તેને, હું તર્ત સંધારૂંરે. ર

મેં ક્યું ચકધારી પરજાપત, પાત્ર ઉતારે બૌ પેર્યરે.

જોસે આવશું જરૂર લેવા, હમણાં જાઓ તમે ઘેરરે. ૩

એણે ક્યું ગદાધારી હું ગોરી, ગદાધર મારૂં નામરે,

મોટા પાપીને પ્રાજે કરૂં હું, નિષ્કુળાનંદનો શામરે. ૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી