મોહન મુખ જોઇ દુઃખ ટળીયાં, વળીયા અમારા વાનરે, ૬/૬

મોહન મુખ જોઇ દુઃખ ટળીયાં, વળીયા અમારા વાનરે,

સરવે પેર્યે સુખ પામી સાહેલી, થઇ રઇ ગુલતાનરે. ૧

સામુ જોઇ શામળીયેરે વાલે, હેતે હસિને બોલાવીરે,

ભલો ઉતર તેં આપ્યો અમને, ડા'પણ દલનું લાવીરે. ર

તયેં ક્યું મેં ન ઓળખ્યા તમને, રાજ મ કરશો રોષરે,

અજાણ્યામાં જે બોલીયા અમે, તેનો નિવારજો દોષરે. ૩

એમ સખી અલબેલાને સંગે, રંગે વિયાંણી રાત્યરે,

નિષ્કુળાનંદના નાથસું મલી, તેની કઇ તુંને વાતરે. ૪

મૂળ પદ

સાંભળને સાહેલીરે મારી, વર્ણવી કહું એક વાતરે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી