તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્યનેરે, ૧/૪

તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્યનેરે,

તારે નથી રેવાનું ઠીક, માટે ભજીલે ભગવાનનેરે. ૧

આજ કાલમાં આવસે કાળ, ઠાલો બાંધી રયો થોકમાંરે,

જોને જોબન બુઢા બાળ, ઝાલી જાયેછે જમલોકમાંરે.ર

તારા મનમાં મંદિર માલ, ઘણી ધનની છે ધાંખડીરે,

જોને હાલતી વેળાના હાલ, કાંરે ફુટી તારી આંખડીરે. ૩

શિદ માથડે બાંધછ મોટ, પોટ પૂર્ણ પાપનોરે,

તારે ખરી જાયછે ખોટ, સોદો સાને કરે છે સાપનોરે. ૪

માન્ય માન્ય હો મોટા મંદ, અંધ ઘણી થઇ ઘાતડીરે,

એમ કહે નિષ્કુળાનંદ, વળી વાલપની વાતડીરે. પ

મૂળ પદ

તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્‍યનેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી