તારે ડા’પણે વાળ્યો ડાટ, ઘાટ ઘડછ ઘણા ઘાતનારે, ૨/૪

તારે ડા'પણે વાળ્યો ડાટ, ઘાટ ઘડછ ઘણા ઘાતનારે,

તુંતો ચાલીયો બારે વાટ, રડ વડતલ રાત્યનારે. ૧

લીધો ભુંડાઇનો તેં ભાર, ચાર પાંચે મળી પુછિયોરે,

તું તો ખરો થયો છુવાર, માથા લગી મુરખ ખુંચિયોરે. ર

તેં તો ભેળી કીધી મૂલ્ય, ઝૂલ દુરમતિના દિકરા રે,

શિયાં થાશે તારા સૂલ, થાઇશ જખમ પામીશ જરા રે. ૩

કંઠે આવી ગ્રેસે કાળ, કાપી કાળજ જીવ કાઢશેરે,

તે તો તેડી જાશે તતકાળ, તુંને ચોરની પેઠે પાઢશેરે. ૪

શિદ માનતો નથી મંદ, ફંદ કોટે પડ્યો કાળનોરે,

એમ કહે નિષ્કુળાનંદ, દોષ કાઢીશમાં દયાળનોરે. પ

મૂળ પદ

તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્‍યનેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી