તુને સાચું કેતાં સુલ, થુલમાંહી શિદ થાયે છે રે, ૪/૪

તુને સાચું કેતાં સુલ, થુલમાંહી શિદ થાયે છે રે,

તું તો તપાસ તારૂં મુળ, વાલાં વેરી થઇ વાય છે રે. ૧

તું તો આવ્યો તો કોણ કાજ, આજ આવી કર્યું અવળું રે,

તુંને લેશ ન આવી લાજ, કાજ સુજ્યું નહીં સવળું રે. ર

ભર્યો ભુંડાઇમાં ભરપુર, ભુર ભેળેલ ભુતના રે,

શિદ થૈને ગાંડોતુર, તું કાં નાખશ રિયો તુતનારે. ૩

તેં તો ખોટમાં દીધી દોટ, કોટે બાંધી કાળા પાણનેરે,

તુંતો ચાલીયો ચડી ચોટ, ઝોંટે પડયો જમરાણનેરે. ૪

હવે સમર સુંદર શ્યામ, કામ તજીને હરામનુંરે,

કહે નિષ્કુળાનંદ આમ, નામ સુખ થાવા શ્રીરામનુંરે. પ

મૂળ પદ

તુંને સાંભળ આપું શિખ, એક મોટા મારી માન્‍યનેરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી