આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે, ગિરધર ગોવાળિયાને સંગ ૧/૪

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે, ગિરધર ગોવાળિયાને સંગ-૧
સુંદર મોળીડું રે શોભે શિર ઉપરે રે, જરકસી જામા પેર્યા અંગ-૨
ફૂલડાંના તોરા રે ખોસ્યા બાઈ ખૂપમાં રે, ગજરા બાંધ્યા છે બેઉ હાથ-૩
ફૂલડાંના હાર રે હીંચે ઘણું હૈડે રે, નખશિખ શોભે છે ઘણું નાથ-૪
સાથીડા સંગાથે રે હાથે હરિને વાંસળી રે, વાતાં ગાતાં આવે ગિરધર ગીત-૫
લટકંતા આવે રે લેવા મન માહરું રે, જોઈ મોઈ રહ્યું મારું ચિત્ત-૬
શું કરું સાહેલી રે ઘેલી થઈ હું ઘણું રે, હૈયું તો રહ્યું નહીં મારું હાથ-૭
રસબસ થઈ રે બાઈ એના રૂપમાં રે, નીરખી નિષ્કુળાનંદનો નાથ-૮
 

મૂળ પદ

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે

મળતા રાગ

ગરબી ઢાળ : રૂડી ને રંગીલી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
સારંગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ

સારંગ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રીજી વંદના
Studio
Audio
1
0