ચિતડામાં ચોટી રે છબી બાઇ છેલની રે, ૨/૪

ચિતડામાં ચોટી રે છબી બાઇ છેલની રે,મનમાં મારી ગયો મુને બાંણ,
ઘાયલ થઇ છું રે બાઇ હું તો ઘટમાં રે.પરવસ્ય પડીયા છે મારાં પ્રાણ.  ચિ. ૧
સુખ નાવે સુતાં રે ઉઠું હું તો ઓઝપી રે, જાગતાં જંખે મારો જીવ,
અંતર આલોચે રે અલબેલા કારણે રે,જાણું જે ક્યારે પામું મારો પિવ.  ચિ. ર
ક્યું ન જાયે રે બાઇ બીજા કોયેને રે, દરદિ દલડા કેરી વાત,
સંભાળુ ત્યાં સાલે રે માહેરા શરીરમાં રે,તેણે તન દાઝે દિનને રાત્ય.  ચિ. ૩
શાંતિ નથી થાતી રે મલ્યા વિના માવને રે, અકળાઇ ઉઠું છું એહ કાજ,
હવે ક્યારે મલે રે મન માન્યો મુજને રે,રસિયો નિષ્કુળાનંદનો રાજ.  ચિ.૪ 

મૂળ પદ

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે

મળતા રાગ

ગરબી ઢાળ : રૂડી ને રંગીલી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી