હેતનો હોંસિલો રે નટવર નાથજી રે, ૪/૪

હેતનો હોંસિલો રે નટવર નાથજી રે, રસનો રંગીલો રસિયો રાજ,

પ્રેમનો પિયાસિ રે વાસી વૃંદાવનનો રે,

તેતો બાઇ મળીયો મુને આજ. હેત. ૧

ખેલતો ખાંતિલો રે વેલો આવે વાલમાં રે,

દયા કરી દેવા દરશન દાન,

ભાવનો ભરેલો રે અલબેલો અમને રે,

આવી કરાવે પ્રેમ રસ પાન. હેત. ર

સુખ મુને આપે રે કાપે દુઃખ દલનું રે,

હરે મારા હૈડા કેરી દાજ,

મેર્ય મન આણે રે જાણે જન આપણા રે,

લેર્ય માંહી મેર્ય કરે મહારાજ. હેત. ૩

મગન કરી છે રે બાઇ મુને મોહને રે,

સુખ ઘણું પામી સુંદરવર સાથ,

ભવ ભુખ ભાંગી રે દુઃખ પરાં પળીયાં રે,

મળીયા નિષ્કુળાનંદનો નાથ. હેત. ૪

મૂળ પદ

આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે

મળતા રાગ

ગરબી ઢાળ : રૂડી ને રંગીલી રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી