જીરે આજ આનંદ મારા અંગમાંરે, ૧/૪

 રાગ ગરબી

ભવાની ખેલે નોરતાંરે એ ઢાળ
 
જીરે આજ આનંદ મારા અંગમાંરે,
મારા પુન્ય તણો નહીં પારરે, અલબેલો ઘરે આવીયારે. ટેક.
મારૂં ભાગ્ય ભલેરૂં જાણું જાણીયુંરે,
ધન્ય ધન્ય ઘડી ધન્ય વારરે. અલબેલો. ૧
હું તો થાળ ભરી સગ્ય મોતિયેરે,
વળી વધાવું વિશ્વ આધારરે. અલ.
ચરચી ચંદન ઉતારૂં આરતિરે,
હરિને કંઠે આરોપી રૂડા હારરે. અલ. ર
ભાવે ભોજન કરું હું ભાત્ય ભાત્યનારે,
જુગતે જમાડું જીવન પ્રાણરે. અલ.
હું તો સેજ સમારૂં સારી ભોમનેરે,
સેન કરશે શામળીયો સુજાંણરે. અલ. ૩
મારે સોના સમોરે સૂરજ ઉગીયોરે,
વળી મોતીડાના વુઠા વરસાદરે. અલ.
પીયુ પ્રેમે કરીને પધારીયારે,
વાલો નિષ્કુળાનંદનો નાથરે. અલ. ૪ 

મૂળ પદ

જીરે આજ આનંદ મારા અંગમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી