આજ ઓપી રયું છે મારૂં આંગણુંરે, ૨/૪

 આજ ઓપી રયું છે મારૂં આંગણુંરે,
વળી વૈકુંઠ થકી વિષેક રે,
અલ્યવનો ભીનો આવતાંરે,
સર્વે ધામના ધામી પધારીયારે,
મારાં સરિયાછે અર્થ અનેકરે.                      અલ્ય. ૧
મારા વેરી હતા તે વાલા થયારે,
વળી અભર ભરીયાં છે આજરે.                   અ.
મારો જનમ સુફળ કરી જાણીયોરે,
વળી રઇ છે લાખેણી મારી લાજરે.              અ. ર
આજ ઉતારીયું મેણું અનાથનુંરે,
કરી સનાથ મટાડ્યો મારો શંકરે.                અ.
મારા દુઃખડાના દિવસ દુર્યે પડ્યારે,
મળ્યા નાથ થઇ નિઃશંકરે.                          અ. ૩
હું તો મગન થઇ મળી માવનેરે,
વળી ટળીયા છે તનડાના તાપરે.                અ.
ભેટ્યા નિષ્કુળાનંદનો નાથજીરે,
તેણે સમીયા છે સરવે સંતાપરે.                  અ. ૪
 

 

 
 

મૂળ પદ

જીરે આજ આનંદ મારા અંગમાંરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી